/connect-gujarat/media/media_files/2025/01/19/s19prXoBw6zlnzBu9qgp.jpg)
ભારતીય મહિલાએ ખો ખોની રમતમાં પરચમ લહેરાવી દીધો છે. પ્રિયંકા ઈંગલેની આગેવાનીવાળી મહિલા ટીમ ખો ખોની ફાઈનલમાં નેપાળને 78-40ને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ખો ખો વર્લ્ડ કપની ફાઈનલ દિલ્હીના ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ હતી સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સતત 6 મેચ જીતીને, ભારતે ખો ખો વર્લ્ડ કપ 2025ની ટ્રોફી જીતી. ભારતે 4 મેચમાં 100થી વધુ પોઈન્ટ બનાવ્યા. આ સિવાય તેણે સાઉથ કોરિયા સામે 175 પોઈન્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.