કેએલ રાહુલ અને આથિયા એડિલેડમાં કોહલી-દ્રવિડ સાથે ડિનર કરતા જોવા મળ્યા.!

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.

New Update
કેએલ રાહુલ અને આથિયા એડિલેડમાં કોહલી-દ્રવિડ સાથે ડિનર કરતા જોવા મળ્યા.!

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પોતપોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કેએલ રાહુલની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી પણ તેના બોયફ્રેન્ડને સપોર્ટ કરવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ અને અથિયા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આથિયા આ વર્લ્ડ કપની ઘણી મેચોમાં ટીમ ઈન્ડિયા અને રાહુલને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી. હવે બીજી તસવીર સામે આવી છે, જેમાં રાહુલ અને આથિયા એડિલેડમાં બાકીની ભારતીય ટીમ સાથે ડિનર કરતા જોવા મળે છે. રાહુલના ટેબલ પર વિરાટ કોહલી, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને દિનેશ કાર્તિક જોવા મળે છે. બાકીની ટીમ પણ અન્ય ટેબલ પર બેઠેલી જોવા મળે છે. હાલમાં જ આથિયાએ ઓસ્ટ્રેલિયામાં જ પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર રાહુલે આથિયા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. આથિયા બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીની પુત્રી છે. ફિલ્મી કરિયરની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ આઠ વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં જ કામ કર્યું છે.

Latest Stories