ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચાહકોના મનમાં અલગ જ ઈમેજ છે. ચાહકો તેને એક ગંભીર વ્યક્તિ માને છે જે ક્યારેય કોઈ પાર્ટીમાં જતા નથી. તેમજ તે ક્યારેય કોઈ ખેલાડીની પાર્ટીમાં જોવા મળ્યો નથી. જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે મોડી રાતની પાર્ટીઓ સામાન્ય વાત હતી, પરંતુ ધોની તે પાર્ટીઓમાં ક્યારેય જોવા મળ્યો ન હતો. જોકે, હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની દુબઈમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પાર્ટી કરતો જોવા મળ્યો છે. ધોની સાથે તેની પત્ની સાક્ષી અને NCP નેતા પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલ પણ હતી.
સાક્ષીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની રેપર બાદશાહના ગીત 'કાલા ચશ્મા' પર હાર્દિક અને કૃણાલ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે પાર્ટીમાં ધોની માત્ર ડાન્સ જ નહોતો કરતો પણ ડીજે પણ બન્યો હતો. સાક્ષીએ આનો વીડિયો પણ શેર કર્યો છે. ડિનર દરમિયાન ધોની કેટલાક લોકો સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો. પૂર્ણા પટેલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સાક્ષી અને ધોની સાથેની તસવીર પણ શેર કરી છે.