/connect-gujarat/media/post_banners/5ead5e00a02b31a5a221bc1b05ae2a4e0d9c86a358db38a8f490bc8885dc09c4.webp)
એશિયા કપ T20 ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત એશિયા કપ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. પાકિસ્તાનના ખેલાડીઓએ મેચમાં ઘણી ભૂલો કરી હતી. બેટિંગથી લઈને બોલિંગ, ફિલ્ડિંગમાં પાકિસ્તાની ખેલાડીઓ ફ્લોપ જોવા મળ્યા હતા. ફાઈનલ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓની ભૂલોને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસે એક મીમ પણ શેર કર્યો છે.
Ae Bhai, Zara Dekh Ke Chalo#RoadSafety#AsiaCup2022Finalpic.twitter.com/gepAVvrO33
— Delhi Police (@DelhiPolice) September 12, 2022
મેચમાં એક ઘટના બની, જ્યારે કેચ લેતી વખતે બે પાકિસ્તાની ખેલાડી એકબીજા સાથે અથડાઈ ગયા, અહીં કેચ ન પકડી શક્યો અને એક સિક્સર પણ નીકળી ગઈ. સોશિયલ મીડિયા પર આની મીમ શેર કરતા દિલ્હી પોલીસે લખ્યું છે કે ચાલો એક નજર કરીએ.
/connect-gujarat/media/media_files/2025/07/10/ankleshwa-ramkund-2025-07-10-19-24-33.jpg)