વડાપ્રધાન મોદીએ મહિલા હોકી ટીમ સાથે કરી ટેલિફોનિક વાતચીત, ખેલાડીઓ થયા ભાવુક, જુઓ વિડીયો

વડાપ્રધાન મોદીએ મહિલા હોકી ટીમ સાથે કરી ટેલિફોનિક વાતચીત, ખેલાડીઓ થયા ભાવુક, જુઓ વિડીયો
New Update

ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ટીમનો હોંસલો વધારી રહ્યાં છે. પહેલાં પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું કે અમે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. ત્યાર બાદ પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમના ખેલાડીઓ અને કોચ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી. તે સમયે ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ ખુબ જ ભાવુક થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ મહિલા હોકી ટીમ સાથે ટેલિફોન પર વાતચીત કરી ત્યારે ભાવુક થઈને વાત કરતા રડી પડ્યાં ખેલાડીઓ. પીએમ મોદીએ કહ્યું તમે બધા બહુ સારું રમ્યા છો. તમારી મહેનત દેશની દિકરીઓ માટે પ્રેરણા બની છે. દેશને તમારા પર ગર્વ છે.

બ્રોન્ઝ મેડલ માટેને મેચમાં કાંટાની ટક્કર આપ્યાં બાદ એક ગોલથી અંતિમ ક્ષણોમાં ભારતીય મહિલા હોકી ટીમ હારી ગઈ. હાર બાદ ભારતની દિકરીઓ ખુબ દુઃખી થઈને રડવા લાગી. કારણકે, દેશને તેમની પર ખુબ જ આશા હતી અને તેમની પાસે પણ ઈતિહાસ રચવાની મોટી તક હતી. જોકે, આ સ્થિતિની વચ્ચે દેશના પ્રધાનમંત્રીએ આ દિકરીઓની ખુબ જ પ્રશંસા કરીને તેમનો હોંસલો વધારવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદીએ ટેલિફોન પર સમગ્ર ટીમ સાથે વાતચીત કરીને તેમની મહેનતની પ્રશંસા કરી અને તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો. હાલ સોશિલ મીડિયા પર આ વીડિયો સૌથી વધારે વાયરલ થઈ રહ્યો છે. અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

આ પહેલાં પીએમ મોદીએ પુરુષ હોકી ટીમ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ કોલ કરીને ભારતીય પુરુષ હોકી ટીમ, તેના કેપ્ટન અને કોચને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યાં હતાં. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું હોકી ટીમે જે કર્યું, તેના કારણે આજે દેશ નાચી રહ્યો છે.

#Narendra Modi #Team India #Sports News #Connect Gujarat News #Tokyo #Tokyo Olympic #Tokyo Olympic 2020 #PM Modi News #Women Hockey Team #Women Hockey Team India
Here are a few more articles:
Read the Next Article