/connect-gujarat/media/post_banners/ff1de8b92b75313c9a22f3937d92c1fa551fc1e8cd2d20f09f36e8682a1700d8.webp)
લિયોનેલ મેસ્સી, કૈલિયન એમબાપ્પે અને નેમાર જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી પેરિસ સેન્ટ-જર્મન ક્લબની ટીમે ગુરુવારે ફ્રેન્ડલી મેચમાં રિયાધને 11થી હરાવ્યું હતું. રિયાધની ટીમમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકમાત્ર મોટો ખેલાડી હતો. આ મેચમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા. મેસ્સી સિવાય Mbappeએ પણ PSG માટે ગોલ કર્યા અને આ ટીમ જીતવામાં સફળ રહી. ફિફા વર્લ્ડ કપ બાદ રોનાલ્ડો પ્રથમ વખત મેદાનમાં જોવા મળ્યો હતો. વર્લ્ડ કપ પછી રોનાલ્ડોએ સાઉદી અરેબિયન ક્લબ અલ નસ્ર સાથે કરાર કર્યો. આ કરાર બાદ પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા છે. જોકે તે ફ્રેન્ડલી મેચ હતી.