/connect-gujarat/media/post_banners/9ed28a18b3b52a0c02c9530fd14428031aa92a7adc61a36f086c5b515eb580ce.webp)
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયા મિર્ઝાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે ઓસ્ટ્રેલિયન ઓપન તેની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ હશે. તેણે આ ટુર્નામેન્ટમાં બે કેટેગરીમાં ભાગ લીધો હતો. મહિલા ડબલ્સમાં સાનિયાની જોડી કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના સાથે હતી. જે બંને મહિલા ડબલ્સના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. જોકે, મિક્સ ડબલ્સમાં સાનિયાએ રોહન બોપન્ના સાથે જોડી બનાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જો કે, તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં ચેમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન ફાઇનલમાં હાર સાથે સમાપ્ત થઈ ગયું.
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીને બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે 6-7, 2-6થી હાર મળી હતી. ફાઈનલમાં હાર બાદ બોલતા સાનિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને પોતાના આંસુ રોકી શકી નહીં. જોકે, તેણે જલ્દી જ પોતાની જાત પર કાબુ મેળવી લીધો અને પોતાની વાત પૂરી કરી.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my
career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023pic.twitter.com/E0dNogh1d0— #AusOpen (@AustralianOpen) January 27, 2023
મેચ બાદ સાનિયા મિર્ઝાએ કહ્યું, "મારે વધુ બે ટૂર્નામેન્ટ રમવાની છે. મારી કારકિર્દીની શરૂઆત મેલબોર્નમાં જ થઈ હતી. 2005માં હું ત્રીજા રાઉન્ડમાં સેરેના વિલિયમ્સ સામે રમી હતી. તે સમયે મારી ઉંમર 18 વર્ષની હતી. હું નસીબદાર રહી છું. અહીં વારંવાર આવવા માટે અને અહીં ઘણી ટુર્નામેન્ટ જીતવા માટે સક્ષમ બનવું. કેટલીક શાનદાર ફાઈનલ પણ રમી. રોડ લેવર મારા જીવનમાં ખાસ રહ્યું છે. હું મારી કારકિર્દીનો અંત ગ્રાન્ડ સ્લેમમાં સમાપ્ત કરવા માટે આનાથી વધુ સારો અખાડો કયો હોઈ શકે તે વિશે હું વિચારી પણ શકતી નથી. મને અહીં ઘરની અનુભૂતિ કરાવવા બદલ આભાર."