9 વર્ષ બાદ શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શ્રેયસ અય્યરે લાંબી રાહ જોયા બાદ પ્રથમ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી છે. 7 નવેમ્બરના રોજ, તેણે ઓડિશા સામે મુંબઈની રણજી ટ્રોફી મેચમાં 201 બોલમાં 200 રન બનાવ્યા.

New Update
a
Advertisment

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શ્રેયસ અય્યરે લાંબી રાહ જોયા બાદ પ્રથમ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી છે. 7 નવેમ્બરના રોજ, તેણે ઓડિશા સામે મુંબઈની રણજી ટ્રોફી મેચમાં 201 બોલમાં 200 રન બનાવ્યા. આ રીતે 7 વર્ષ પછી તેણે પોતાના બેટથી ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી. અગાઉ 2017માં ભારત A ટીમ તરફથી રમતા ઓસ્ટ્રેલિયા સામે તેણે અણનમ 202 રન બનાવ્યા હતા.

Advertisment

મુંબઈના સુકાની અજિંક્ય રહાણે શૂન્ય પર આઉટ થયા બાદ પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા અય્યરે સિદ્ધેશ લાડ સાથે મળીને પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમનો સ્કોર 385 રન સુધી પહોંચાડ્યો હતો. અય્યરે તેના 152 રનના અણનમ સ્કોરને શાનદાર બેવડી સદીમાં પરિવર્તિત કર્યો હતો. સિદ્ધેશ 165 રનની અણનમ ઇનિંગ રમીને પરત ફર્યો હતો. તેમની બંને ઇનિંગ્સની મદદથી મુંબઇની ટીમે 602/4 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી.

શ્રેયસ અય્યરે 9 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી

વાસ્તવમાં, અય્યર તાજેતરમાં જ મહારાષ્ટ્ર સામે મુંબઈ તરફથી સદી ફટકારીને તેના ફોર્મમાં પાછો ફર્યો હતો. આ પછી તેણે ત્રિપુરા સામે મેચ રમી ન હતી અને ઓડિશા સામે શાનદાર વાપસી કરી હતી. શ્રેયસ અય્યરે ત્રણ વર્ષની લાંબી રાહ બાદ પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. તેની સદી મહારાષ્ટ્ર સામે રમાયેલી મેચમાં બની હતી. આ પહેલા તેણે નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી.

Latest Stories