T20 વર્લ્ડ કપ: પહેલી જ મેચમાં મોટો ઉલટફેર, નામિબિયાએ એશિયાકપના ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી એટલે કે આજથી T20 વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો હતો. પહેલી જ મેચમાં અહિયાં મોટી ઊલટફેર જોવા મળી હતી.

New Update
T20 વર્લ્ડ કપ: પહેલી જ મેચમાં મોટો ઉલટફેર, નામિબિયાએ એશિયાકપના ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી એટલે કે આજથી T20 વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો હતો. પહેલી જ મેચમાં અહિયાં મોટી ઊલટફેર જોવા મળી હતી. જણાવી દઈએ કે પહેલી મેચમાં નામિબિયાએ શ્રીલંકાને હરાવ્યું છે. થોડા સમય પહેલા એશિયા કપ જીતનાર શ્રીલંકાએ કલ્પના પણ નહીં કરી હોય કે પહેલી જ મેચમાં તેની આવી હાલત થશે. નામિબિયાએ આ મેચ 55 રને જીતીને T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું છે. મેચ વિશે જણાવીએ તો ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પહેલી મેચ હતી અને તેમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા નામિબિયાએ 163 રન બનાવ્યા હતા અને મેચ જીતવા શ્રીલંકાને 164 રન બનાવવાના હતા પણ એશિયા કપ ચેમ્પિયન ટીમ 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની શરૂઆત નામિબિયા જેટલી જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ માત્ર ચાર ઓવરમાં 21 રન બનાવ્યા હતા અને પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી શ્રીલંકા મેચમાં વાપસી ન કરી શક્યું. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન સનાકાએ 29 રનની ઇનિંગ રમી સૌથી વધુ રન બનાવ્યા હતા. નામિબિયાએ આ મેચ 55 રનથી જીતીને એશિયા કપ ચેમ્પિયન ટીમ શ્રીલંકાને હરાવ્યું

Latest Stories