T20 વર્લ્ડ કપ, PAK vs ENG Final : ઈંગ્લેન્ડ પાકિસ્તાનને હરાવી બન્યું T20 ચેમ્પિયન, મેલબોર્નમાં 30 વર્ષ જૂના બદલો લીધો.!

ઈંગ્લેન્ડે 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારનો બદલો લઈ લીધો છે. 1992 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં, પાકિસ્તાને આ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

New Update
T20 વર્લ્ડ કપ, PAK vs ENG Final : ઈંગ્લેન્ડ પાકિસ્તાનને હરાવી બન્યું T20 ચેમ્પિયન, મેલબોર્નમાં 30 વર્ષ જૂના બદલો લીધો.!

ઈંગ્લેન્ડે 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારનો બદલો લઈ લીધો છે. 1992 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં, પાકિસ્તાને આ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે 30 વર્ષ બાદ ઈંગ્લેન્ડે મેલબોર્નમાં જ પાકિસ્તાનને હરાવી બદલો લીધો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની બેટિંગ ફ્લોપ રહી હતી. છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. શાન મસૂદે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન બાબરે 32 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બેન સ્ટોક્સ 49 બોલમાં 52 રન બનાવીને અણનમ રહ્યો હતો. ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની પ્રથમ અડધી સદી હતી.

ટી20માં ઈંગ્લેન્ડ બીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2010માં પણ ટીમ T20 ચેમ્પિયન બની હતી. ત્યારે ઈંગ્લિશ ટીમનો કેપ્ટન પોલ કોલિંગવૂડ હતો. એકંદરે ઇંગ્લેન્ડનું આ ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ છે. 2019માં ઈંગ્લેન્ડની ટીમ પણ ODI ચેમ્પિયન બની હતી. આ સાથે જ પાકિસ્તાનની આ ત્રીજી ફાઈનલ હતી. 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ 2009માં ટીમ T20 ચેમ્પિયન બની હતી. હવે 2022માં ફરી એકવાર પાકિસ્તાનની ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Latest Stories