/connect-gujarat/media/post_banners/411b828983cc0c4c0dab5697e9c07b91ddc2238d1f49209a774ba43457590bae.webp)
T20 વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં હોબાર્ટમાં રમાયેલી પ્રથમ મેચમાં સ્કોટલેન્ડે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 42 રનથી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટની ત્રીજી મેચ હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્કોટલેન્ડનો કેપ્ટન રિચી બેરિંગટન કરી રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જ્યોર્જ મુન્સીએ 53 બોલમાં 66 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 18.3 ઓવરમાં 118 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા રવિવારે નામિબિયાએ એશિયન ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે આ મેચ પહેલા એક પણ T20 મેચ રમાઈ ન હતી. બંને પહેલીવાર આ ફોર્મેટમાં સામસામે હતા. સ્કોટલેન્ડે આશ્ચર્યજનક જીત સાથે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયનને ચકિત કરી દીધા અને ગ્રુપ બીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.