વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરત, આ 6 ભારતીય સ્ટાર્સ પહેલીવાર રમશે વર્લ્ડ કપ.!

BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની જાહેરાત કરી હતી

New Update
વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરત, આ 6 ભારતીય સ્ટાર્સ પહેલીવાર રમશે વર્લ્ડ કપ.!

વર્લ્ડ કપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની જાહેરાત કરી હતી. યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન અને સંજુ સેમસનના નામ એ 15 ખેલાડીઓમાં સામેલ નથી જેમને વર્લ્ડ કપ માટે જગ્યા મળી છે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત

  • રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઇસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

જ્યાં એક તરફ ચાહકો આ ખેલાડીઓને પડતો મુકવાના નિર્ણયને લઈને ટીમ મેનેજમેન્ટ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, તો બીજી તરફ વર્લ્ડ કપમાં 6 એવા ભારતીય સ્ટાર્સ છે જે પહેલીવાર વર્લ્ડ કપ રમતા જોવા મળશે. ચાલો જાણીએ આ 6 ભારતીય ખેલાડીઓ વિશે જેઓ પહેલીવાર ODI વર્લ્ડ કપ રમશે.

ODI વર્લ્ડ કપ 2023: આ ભારતીય ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડ કપ રમશે

1. ઈશાન કિશન


  • આ યાદીમાં સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનું નામ છે, જેને પોતાના શાનદાર ફોર્મના કારણે ODI વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી છે. ઈશાન કિશન પહેલીવાર વર્લ્ડ કપ રમતા જોવા મળશે.

2.સૂર્યકુમાર યાદવ


  • આ યાદીમાં બીજા સ્થાને સૂર્યકુમાર યાદવનું નામ છે, જેને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

3. અક્ષર પટેલ


  • ત્રીજા નંબર પર અક્ષર પટેલનું નામ સામેલ છે, જે પહેલીવાર વર્લ્ડ કપ રમતા જોવા મળશે.

3. મોહમ્મદ સિરાજ


  • લિસ્ટમાં ચોથા સ્થાન પર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું નામ છે, જેણે નેપાળ વિરુદ્ધ એશિયા કપમાં પણ શાનદાર બોલિંગ કરી હતી.

5.શાર્દુલ ઠાકુર


  • આ યાદીમાં પાંચમા નંબર પર ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનું નામ છે, જે પ્રથમ વખત વર્લ્ડ કપ રમતા જોવા મળશે.

6. શ્રેયસ અય્યર


  • આ યાદીમાં છઠ્ઠા નંબર પર ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર છે, જે પહેલીવાર ODI વર્લ્ડ કપ રમતા જોવા મળશે.
Latest Stories