ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયા બન્યું નં-1 રોહિત- ગિલ- કોનવેએ સદી ફટકારી

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે.

New Update
ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયા બન્યું નં-1 રોહિત- ગિલ- કોનવેએ સદી ફટકારી

આજે ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટ કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડ્યા પછી ડેવોન કોનવે અને હેનરી નિકોલસે ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 106 રનની પાર્ટનરશિપ થઈ હતી.

Advertisment

ઓપનર ડેવોન કોનવેએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 100 બોલમાં 138 રન બનાવ્યા હતા. ટીમનો સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર હેનરી નિકોલસ રહ્યો હતો. તેણે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં હીરો શાર્દૂલ ઠાકુર રહ્યો હતો. તેણે માત્ર 9 બોલની અંદર ગેમ પલટી દીધી હતી. શાર્દૂલે તેની ચોથી અને પાંચમી ઓવર, એમ બે ઓવરની અંદર જ 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 વિકેટ, જ્યારે હાર્દિક અને ઉમરાન મલિકને 1-1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયા વન-ડેમાં પણ નંબર-1 બની ગઈ છે. આ જીત સાથે જ ભારતના 114 પોઇન્ટ્સ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા વન-ડે ઉપરાંત T20માં પણ નંબર-1 છે, જ્યારે ટેસ્ટમાં બીજા નંબરે છે.

Read the Next Article

વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપ તબાહ, ચોથી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ODIમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને શરમજનક અને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાકિસ્તાનને 202 રનથી હરાવ્યું

New Update
pak west

વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ODIમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને શરમજનક અને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાકિસ્તાનને 202 રનથી હરાવ્યું અને ત્રણ મેચની ODI શ્રેણી 2-1થી જીતી.

Advertisment

1991 પછી આ પહેલી વાર હતું જ્યારે વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન સામે ODI શ્રેણી જીતી. આ મેચમાં વિન્ડીઝ ટીમના વાસ્તવિક હીરો કેપ્ટન શાઈ હોપ અને પેસર જેડન સીલ્સ હતા. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર જેડન સીલ્સ સામે પાકિસ્તાનની આખી બેટિંગ લાઇન-અપ બરબાદ થઈ ગઈ.

WI vs PAK: પાકિસ્તાનને ચોથી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો

હકીકતમાં, પાકિસ્તાનની ટીમ (પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ) ત્રીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝ (વેસ્ટ ઈન્ડિઝ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ) દ્વારા 202 રનના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર ODI ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાનની ચોથી સૌથી મોટી હાર હતી. પાકિસ્તાનનો વનડે ક્રિકેટમાં સૌથી મોટો પરાજય 2009માં શ્રીલંકા સામે 234 રનથી થયો હતો.

તે જ સમયે, 2023માં, ભારતે વનડે ક્રિકેટમાં પાકિસ્તાનને 228 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. તે જ સમયે, 2002માં, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને વનડે ક્રિકેટમાં 224 રનથી હરાવ્યું હતું, જે ત્રીજી સૌથી મોટી હાર છે.

Latest Stories