T-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા અમેરિકા જવા રવાના,1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ

T-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા અમેરિકા જવા રવાના,1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ
New Update

2 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે ન્યૂયોર્કમાં ટીમના આગમનનો વીડિયો શેર કર્યો હતો. ટીમ 25 મેના રોજ મુંબઈ એરપોર્ટથી અમેરિકા જવા રવાના થઈ હતી.ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમશે. પ્રથમ બેચમાં ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને ઘણા ખેલાડીઓ અને ટીમ સ્ટાફ સામેલ હતો. બીજી બેચ આજે રવાના થઈ શકે છે.

સ્ટાર બેટર વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટર સંજુ સેમસન પ્રથમ બેચ સાથે ગયા નથી. કોહલીએ IPL બાદ રમતમાંથી થોડો બ્રેક લીધો છે. ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન પણ મોડેથી ટીમ સાથે જોડાશે.

#India #Bangladesh #Team India #T-20 World Cup #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article