Connect Gujarat
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા જવા રવાના, પાકિસ્તાન સામે પ્રથમ મેચ

28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે

T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા જવા રવાના, પાકિસ્તાન સામે પ્રથમ મેચ
X

ટીમ ઈન્ડિયા મિશન મેલબોર્ન માટે રવાના થઈ ગઈ છે. ત્યાં તેઓ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમશે. લિમિટેડ ઓવર ફોર્મેટના સૌથી મોટી ટૂર્નામેન્ટની ફાઈનલ પણ આ જ મેદાને રમાશે.28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે. ગુરુવારે સવારે BCCI પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી ફોટો પોસ્ટ કરીને ટીમને શુભેચ્છા આપી હતી.

બોર્ડે 'લેટ્સ ડુ ઈટ#ટીમ ઈન્ડિયા' પણ લખ્યું હતું ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના પર્થને બેસ કેંપ બનાવ્યું છે. તેઓ વર્લ્ડ કપ પહેલા 4 વોર્મ અપ મેચ રમશે. જેમાંથી 2 વર્લ્ડ કપ ઓફિશિયલ વોર્મ અપ મેચ છે, જ્યારે 2 મેચનું આયોજન BCCI કરી રહી છે.પર્થમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ઇલેવન સાથે 10 અને 12 તારીખે વોર્મ અપ મેચ રમશે. જેના પછી 17 તારીખે ઓસ્ટ્રેલિયા અને 19મીએ ન્યૂઝીલેન્ડ સામે બ્રિસ્બેનમાં ઓફિશિયલ વોર્મ અપ મેચ રમશે. આ અગાઉ ભારતીય ટીમ પર્થમાં પ્રેક્ટિસ કરશે.

Next Story