ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે બાયજુનો લોગો દેખાશે નહીં. BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતીય ટીમના નવા લીડ સ્પોન્સરની જાહેરાત કરી છે. ભારતીય બોર્ડે જણાવ્યું છે કે ફેન્ટસી કંપની ડ્રીમ 11નો લોગો હવે ટીમની જર્સી પર જોવા મળશે. બોર્ડ અને કંપની વચ્ચે ત્રણ વર્ષનો કરાર છે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી જ નવા અવતારમાં જોવા મળશે. કેરેબિયન ટીમ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાની જર્સી પર ડ્રીમ 11નો લોગો જોવા મળશે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ડ્રીમ 11ને ભારતીય ટીમનો મુખ્ય પ્રાયોજક બનાવવા પર ખુશી વ્યક્ત કરી છે.