Connect Gujarat
સ્પોર્ટ્સ

ગુજરાત ટાઈટન્સના ઇતિહાસની સૌથી ભૂંડી હાર,દિલ્હીએ 8.5 ઓવરમા જ જીત હાંસલ કરી

ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો.

ગુજરાત ટાઈટન્સના ઇતિહાસની સૌથી ભૂંડી હાર,દિલ્હીએ 8.5 ઓવરમા જ જીત હાંસલ કરી
X

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 90 રનના ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર જેક ફ્રેઝર-મેગર્કે 10 બોલમાં 20 રન, શાઈ હોપે 10 ​​બોલમાં 19 રન અને કેપ્ટન રિષભ પંતે અણનમ 16 રન બનાવ્યા હતા. સંદીપને બે વિકેટ મળી હતી.

અમદાવાદમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો. ગત વર્ષની શરૂઆતમાં ટીમ દિલ્હી સામે 125 રન સુધી મર્યાદિત રહી હતી.

DC તરફથી મુકેશ કુમારે 3, ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને ખલીલ અહેમદને 1-1 વિકેટ મળી હતી, જ્યારે એક બેટર પણ રનઆઉટ થયો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 31 રન બનાવ્યા, અન્ય કોઈ બેટર 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહીં. સાઈ સુદર્શને 12 અને રાહુલ તેવટિયાએ 10 રન બનાવ્યા હતા.

Next Story