IPL 2024માં MS ધોનીની જર્સી પર આ લોગો જોવા મળશે, એરલાઈન્સએ સ્પોન્સર બનવા કરાર કર્યો..!

એતિહાદ એરવેઝે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે IPL ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની સત્તાવાર સ્પોન્સર બનવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

New Update
IPL 2024માં MS ધોનીની જર્સી પર આ લોગો જોવા મળશે, એરલાઈન્સએ સ્પોન્સર બનવા કરાર કર્યો..!

એવિએશન કંપની એતિહાદ એરવેઝે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે IPL ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની સત્તાવાર સ્પોન્સર બનવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ કહ્યું કે આ ભાગીદારીમાં CSKના કાર્યક્રમો અને વિવિધ પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય ટીમના ખેલાડીઓની જર્સી પર એતિહાદનો લોગો પણ હશે. કંપનીના ચીફ રેવન્યુ ઓફિસર એરિક ડેએ કહ્યું કે અમે જે રોકાણની જાહેરાત કરી રહ્યા છીએ તે CSK વિશે છે. આ દેશમાં ક્રિકેટનું ઘણું મહત્વ છે અને તે સંબંધને મજબૂત બનાવવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. CSK સાથેની ભાગીદારીની જાહેરાત ચેન્નાઈમાં ટીમ અધિકારીઓ અને CSK ખેલાડીઓની હાજરીમાં કરવામાં આવી હતી.

Latest Stories