/connect-gujarat/media/post_banners/f45662732e641c326f823eb796c85438faeb67409d285bbeba013324ca1d37cb.webp)
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી. સૌરાષ્ટ્રની ટીમ 14 વર્ષ બાદ ફરી વિજય હજારે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. છેલ્લી વખત ટીમ 2008માં ચેમ્પિયન બની હતી. સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સનની ઈનિંગ્સે મહારાષ્ટ્ર પર ભારે પડી હતી. સૌરાષ્ટ્રે 5 વિકેટે મેચ અને ટાઈટલ જીતી લીધું હતું.
સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. ઋતુરાજે 108 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં સૌરાષ્ટ્રે 46.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શેલ્ડન 136 બોલમાં 133 રન બનાવીને અણનમ રહ્યો હતો.