INDvsBAN : વિરાટ અને ઇશાન કિશને બાંગ્લાદેશીઓને હંફાવ્યા, બાંગ્લાદેશને 410 રનનો ટાર્ગેટ આપ્યો

ઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી

New Update
INDvsBAN : વિરાટ અને ઇશાન કિશને બાંગ્લાદેશીઓને હંફાવ્યા, બાંગ્લાદેશને 410 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ચાલી રહેલ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 410 રનનો ટાર્ગેટ આપ્યો ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ આજે ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને પહેલ ઝટકો શિખર ધવનના રૂપમાં પડ્યો હતો. શિખર ધવનનું કંગાળ ફોર્મ ચાલુ રહ્યું છે. તેઓ 3 રને આઉટ થયા હતા. ઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે 131 બોલમાં 210 રન ફટકારીને આઉટ થયો હતો.

તેના અને વિરાટ કોહલી વચ્ચે 250+ રનની પાર્ટનરશિપ થઈ હતી. વિરાટ કોહલીએ પણ ત્રણ વર્ષના દુકાળનો અંત લાવ્યો હતો. તેમણે ઈન્ટરનેશનલ કરિયરની 72મી અને વન-ડે કરિયરની 44મી સેન્ચુરી ફટકારી છે. વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 44મી સદી ફટકારી હતી. આ સાથે જ તેમણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પ્લેયર રિકી પોન્ટિંગને પછાડીને આગળ નીકળી ગયા છે. વિરાટ કોહલીની આ ઈન્ટરનેશનલ કરિયરની 72મી સદી ફટકારી

Latest Stories