/connect-gujarat/media/post_banners/bc6f363741b9917e6992170a09dc5d07828784b04b9298820cfcc4b7977479a8.webp)
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. વિરાટ અને અનુષ્કાએ મહાકાલ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા અને આરતીમાં પણ હાજરી આપી. આ દરમિયાન વિરાટ કોહલી સંપૂર્ણપણે સાદા કપડામાં દેખાયો.
કોહલીએ ગળામાં માળા પહેરી હતી અને સફેદ વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે અનુષ્કા ગુલાબી કપડામાં હતી. બંનેએ જમીન પર બેસી ભગવાનની આરતી કરી. આ દરમિયાન પૂજારી વિરાટ કોહલીને કંઈક સમજાવતા પણ જોવા મળ્યા હતા. મંદિરની બહાર નીકળ્યા બાદ અનુષ્કાએ કહ્યું કે, અમે અહીં ભગવાનને જોવા અને પ્રાર્થના કરવા આવ્યા છીએ.