4th T20:- વેસ્ટ ઈન્ડિઝે ભારતને 179 રનનો ટાર્ગેટ આપ્યો, વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ 61 રન હેટમાયરે ફટકાર્યા

ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી

4th T20:- વેસ્ટ ઈન્ડિઝે ભારતને 179 રનનો ટાર્ગેટ આપ્યો, વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ 61 રન હેટમાયરે ફટકાર્યા
New Update

T20 સિરીઝની ચોથી મેચમાં વેસ્ટઈન્ડિઝની ટીમે ભારતને 179 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 178 રન બનાવ્યા હતા. વિન્ડીઝ માટે શિમરોન હેટમાયર (61 રન)એ તેની પાંચમી T20 ફિફ્ટી ફટકારી હતી, જ્યારે શાઈ હોપે 45 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી. અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં, વિન્ડીઝમાં 3; હોલ્ડર-હોપ પરત ફર્યા ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી, જ્યારે વેસ્ટઈન્ડિઝ 3 ફેરફાર સાથે ઉતરી છે. ફાસ્ટ બોલર જેસન હોલ્ડર, શાઈ હોપ અને ઓડિયન સ્મિથ પરત ફર્યા છે. રોસ્ટન ચેઝ, જોન્સન ચાર્લ્સ અને અલ્ઝારી જોસેફને પડતા મૂકવામાં આવ્યો છે.

#Connect Gujarat #Hardik Pandya #Sports News #T20 series #India VS West Indies #4th T20 India vs West Indies #4th T20 #Sports Uopdate
Here are a few more articles:
Read the Next Article