WI vs ENG: T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝએ હરાવ્યું, કેરેબિયન ટીમે શ્રેણી કબજે કરી..!

કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.

New Update
WI vs ENG: T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝએ હરાવ્યું, કેરેબિયન ટીમે શ્રેણી કબજે કરી..!

 કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું.

તરુબામાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું અને સમગ્ર ટીમ 19.3 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ શ્રેણી 3-2થી જીતી લીધી છે.

મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી સ્પિનર ગુડાકેશ મોતીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વર્તમાન શ્રેણીમાં બે સદી ફટકારનાર ફિલ સોલ્ટને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સોલ્ટે શ્રેણીમાં 331 રન બનાવ્યા હતા.

Latest Stories