/connect-gujarat/media/media_files/2025/02/13/fb7uYvJXPaMD4HCMuMHg.jpg)
મહિલા પ્રીમિયર લીગ 2025 આવતીકાલે એટલે કે 14 ફેબ્રુઆરી, શુક્રવારથી શરૂ થશે. આ વખતે 2023 માં શરૂ થયેલી ટુર્નામેન્ટની ત્રીજી સીઝન રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટની તમામ 22 મેચ ચાર શહેરોમાં રમાશે.
મહિલા પ્રીમિયર લીગ 2025 આવતીકાલે એટલે કે 14 ફેબ્રુઆરી, ગુરુવારથી શરૂ થશે. ટુર્નામેન્ટની બધી મેચો સાંજે 07:30 વાગ્યાથી રમાશે.
WPL 2025 મેચોનું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. WPL 2025 મેચોનું મફત લાઇવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવશે. અહીં ચાહકો એપ અને વેબસાઇટ પર મેચ જોઈ શકશે.છેલ્લી બે સીઝનની જેમ આ વખતે પણ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે સમાન ફોર્મેટ હશે. પાંચ ટીમોની આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજના અંતે જે ટીમ ટોચ પર રહેશે તે સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થશે. બીજા અને ત્રીજા ક્રમે રહેલી બાકીની ટીમો ફાઇનલ માટે એલિમિનેટર મેચ રમશે. આ રીતે ટુર્નામેન્ટ માટે બે ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરવામાં આવશે.