Connect Gujarat
સ્પોર્ટ્સ

'યુથ બ્રિગેડ'એ સિનિયર ટીમની જેમ કર્યું પ્રદર્શન , IND સતત ત્રીજી ICC ફાઇનલમાં AUS સામે હાર્યું..!

ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિનિયર ભારતીય ટીમની હાર બાદ હવે યુવા બ્રિગેડ અંડર-19 વર્લ્ડની ટાઈટલ મેચમાં કાંગારૂઓ સામે જીત નોંધાવી શકી નથી.

યુથ બ્રિગેડએ સિનિયર ટીમની જેમ કર્યું પ્રદર્શન , IND સતત ત્રીજી ICC ફાઇનલમાં AUS સામે હાર્યું..!
X

ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિનિયર ભારતીય ટીમની હાર બાદ હવે યુવા બ્રિગેડ અંડર-19 વર્લ્ડની ટાઈટલ મેચમાં કાંગારૂઓ સામે જીત નોંધાવી શકી નથી. આ રીતે ભારતને સતત ત્રણ ICC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય અંડર-19 ટીમને 79 રને હરાવીને ચોથી વખત ટુર્નામેન્ટની ટ્રોફી જીતી અને ઉદય સહારનની આગેવાની હેઠળની ટીમ ટાઈટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહી. ઓસ્ટ્રેલિયાએ હરજસ સિંહ (55)ની અડધી સદીની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 253 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.

ફાઈનલનો સર્વોચ્ચ સ્કોર

આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં બનેલો આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા 1998માં ન્યૂઝીલેન્ડ સામે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડે ફાઈનલમાં ત્રણ વિકેટે 242 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

રસપ્રદ વાત એ છે કે જે રીતે ગયા વર્ષના ODI વર્લ્ડકપમાં રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી અપરાજિત રહી હતી અને ફાઇનલમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પરાજય પામી હતી, તેવી જ રીતે ભારતની યુવા ટીમે પણ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સેમીફાઈનલ સુધી કોઈ ટીમ તેને હરાવી શકી ન હતી. અને તે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પરાજય પામી હતી

જુનિયર ટીમની હાલત સિનિયર ટીમ જેવી થઈ ગઈ.

જોકે, ભારતીય અંડર-19 ટીમ પણ ટાઇટલ મેચમાં પોતાનું અજેય અભિયાન ચાલુ રાખી શકી ન હતી. આ ટુર્નામેન્ટનું સૌથી વધુ પાંચ વખત ટાઇટલ જીતનાર ભારતીય ટીમ સતત બીજી અને છઠ્ઠી વખત ટ્રોફી જીતવાના ઇરાદા સાથે આવી હતી.

Next Story