ભરૂચ: ધો.12 બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને રસી આપવા માંગ, શાળા સંચાલક મંડળે કરી રજૂઆત

New Update
ભરૂચ: ધો.12 બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને રસી આપવા માંગ, શાળા સંચાલક મંડળે કરી રજૂઆત

કોરોના મહામારી વચ્ચે રાજયમાં યોજાનાર ધોરણ 12 બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને રસી આપવાની માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 બોર્ડ પરીક્ષા 1 જુલાઇ 2021થી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. જીલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનાં આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાં જઇ રહ્યા છે પરીક્ષા પહેલાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓને વેક્સિનનો એક ડોઝ અને પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેનાર તમામને વેક્સિન આપી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે નિર્ભય બનીને પરીક્ષા આપી શકશે. આ સાથે બાળકોની સુરક્ષા માટે ચિંતિત વાલીઓ, શાળા સંચાલકો અને સરકાર માટે પણ આ નિર્ણય રાહતરૂપ રહેશે. સાથે જ પરીક્ષા સમયે હાજર રહેનાર સ્ટાફને પણ રસી આપવાની માંગ કરવામાં આવી છે.

Latest Stories