અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વાલિયા ચોકડી પાસે આવેલી હોટલ એરોન પ્લાઝાના રૂમ નંબર 302માં તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે 39 વર્ષીય કરણ નીતીન રુધાણી રહે.અક્ષરદીપ એપાર્ટમેન્ટ, જીઆઇડીસી અંકલેશ્વર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હોટલના રૂમ નંબર 302માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 137 બોટલ અને ટીન મળી આવ્યાં હતાં.

આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. 2,80,513 હોવાનું બહાર આવ્યું છે.આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે