સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરાયો છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગુટખા અને પાન બીડીનું દુષણ દુર થાય તે માટે રોજના દસથી પંદર હજાર લોકોને ગેટ પર ચકાસણી કરવામાં આવે છે.સ્મીમેર હોસ્પિ મુખ્ય પ્રવેશ દ્વાર પર માર્સલ તૈનાત કરી લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યો હતો.સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગોની મુલાકાત દરમિયાન નિયમિત ધોરણે સાફ સફાઈ થતી ન હોય તેમજ જયાં સાફ સફાઈ થતી હોય ત્યાં પાનની પિચકારી, પાન મસાલાના પડીકા વિગેરે જેવો કચરો જોવા મળતા, ખાસ સાફ-સફાઈ ઝુંબેશના ભાગરૂપે હોસ્પિટલના તમામ મુખ્ય ગેટ પર માર્શલ અને સિક્યુરીટી ગાર્ડ મારફત અંદાજીત કુલ ૩,૦૦,૦૦૦ નાગરિકોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ ચેકીંગ દરમ્યાન અંદાજીત કુલ ૪૦ કિ.ગ્રા. જેટલો બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જેનો નાશ કરવામાં આવશે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170