સુરત: 2 માસનો બાળક બન્યો ચંદ્ર પરની જમીનનો માલિક, જુઓ પિતાએ એવું તો શું આપ્યું ભેટમાં

સુરત: 2 માસનો બાળક બન્યો ચંદ્ર પરની જમીનનો માલિક, જુઓ પિતાએ એવું તો શું આપ્યું ભેટમાં
New Update

દેશમાં અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકોએ ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે ત્યારે હવે સુરતના વિજય કથીરિયાએ બે માસના પુત્ર માટે ચાંદ પર એક એકર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે સાથે જ સૌથી નાની ઉમરે જમીન ખરીદવાનો રેકોર્ડ પણ નોધાવ્યો છે.

દરેક માતા પિતાનું સપનું હોય કે પોતાના બાળકને કંઇક એવું આપે કે તેને જીવન દરમ્યાન કામ લાગે. સુરતના વેપારી વિપુલ કથિરિયા નામના વેપારીએ પોતાના બે માસના દીકરા નિત્યને ભેટમાં આપવા માટે જમીન લીધી છે, પાછી જેવી તેવી જ્ગ્યાએ નહીં પરંતુ ચાંદ પર આ જમીન ખરીદવામાં આવી હોવાના દાવો કરવામાં આવ્યો છે. સુરતના વિપુલભાઇ ચાંદ પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે ત્યારે હાલ આખા પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે.તારીખ 13મીના રોજ ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિપુલભાઇએ ચાંદ પર એક એકર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી.

જોકે, આ અરજી કંપનીએ મંજુર કરી તમામ લીગલ પ્રોસેસ કરીને સુરત ના વિપુલ કથિરીયાને મંજૂરીનો ઇમેલ કરી તમામ કાગળો મોકલી આપ્યા છે. જોકે, બાકીના કાગળો કુરિયર દ્વારા આગામી 5 દિવસ મળી જશે. વિપુલભાઇ મૂળ સૌરાષ્ટ અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં કાચના વેપાર સાથે જોડાયેલા છે. વિપુલ કથીરિયાના પરિવારમાં બે મહિના પહેલા નિત્ય નામના બાળકનો જન્મ થયો. જોકે પિતાને બાળકને એવી ભેટ આપવી હતી કે, તે વર્ષો સુધી ચાલે તેથી તેમણે ચાંદની જમીન માટે પ્રોસેસ તૈયાર કરતા હતા અને હવે તેમની અરજી મંજૂર થઇ ગઇ છે. સુરતમાંથી ચાંદ પર જમીન ખરીદી કરનાર આ પહેલા વેપારી છે આ સાથે સાથે પોતાના બાળકના નામે રજીસ્ટર કરેલી આ જમીન કદાચ દુનિયાના સૌથી નાના ઉંમરના બાળકના નામે રજીસ્ટર થયાનો રેકોડ પણ બન્યો છે. આગામી દિવસમાં કંપની તરફથી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #gujarat samachar #Surat Samachar #Moon #2 Year Son #International Lunar Registry Company #Land on the moon
Here are a few more articles:
Read the Next Article