/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/11140909/maxresdefault-107-30.jpg)
સુરતના પીપલોદ ખાતે આવેલાં કારગીલ ચોક પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. હોટલમાં કામ કરતાં બે યુવાનોને અજાણ્યો કારચાલક 100 મીટર સુધી ધસડી ગયો હતો. બંને યુવાનોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત થયાં હતાં.
સુરત શહેરના પીપલોદ ખાતે કારગીલ ચોક પાસે શનિવારે મોડી રાત્રે અજાણ્યા કાર ચાલકે બે રાહદારીઓને કચડી નાખ્યા હતા. બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. પીપલોદ કારગીલ ચોક પાસે મોડી રાત્રે એક કાર પૂરપાટ જતી હતી. દરમિયાન તેની અડફેટે બે રાહદારીઓ ચડ્યા હતા. જેને કાર ચાલકે 100 મીટર સુધી ઘસડી ગયો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકનું પગેરું શોધવા તપાસ શરૂ કરી છે. બંને મૃતકો પૈકી એક મૂળ ઉત્તરાખંડનો વતની છે. જ્યારે બીજો સુરત જિલ્લાનો વતની છે અને પાર્લે પોઇન્ટની હોટલમાં કામ કરે છે. જેમા એકનુ નામ પરેશ માલવી અને બીજાનું નામ ગોવિંદ હોવાનું જાણવા મળ્યું છે. પરેશ છેલ્લા નવ વર્ષથી હોટલમાં નોકરી કરતો હતો અને ઉમરા ગામમાં ભાડાના મકાનમાં પત્ની અને એક સંતાન સાથે રહે છે. જ્યારે ગોવિંદ 8 વર્ષથી હોટલમાં નોકરી કરે છે.