/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/25160253/maxresdefault-351.jpg)
કોરોનના સંક્રમણને અટકાવવા સુરતમાં રાત્રિ કરફ્યુ છે ત્યારે કરફ્યુના કારણે પાંચ વર્ષીય બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સુરતમાં કર્ફ્યૂના કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકીને ઉંચકી હોસ્પિટલ તરફ દોડી હતી જો કે સારવાર મળે એ પૂર્વે જ બાળકીનું મોત નીપજયું હતું
પાંડેસરાના વાલક નગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકા એક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યુનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતા માતા એ પોતે જ બાળકીને ઉચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.જો કે બાળકીને સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું. બાળકીની તબિયત લથતા માતા તેની દીકરીને પાંડેસરાના વાલક નગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યુનો સમય શરૂ થઈ ગયો હતો. જેથી બસ કે, ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108 માં પણ ફોન કરી શકી ન હતી. માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને તમે હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. પરંતુ, કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગૂમાવ્યો હતો.