સુરતમાં ખાડીની સફાઈના પ્રશ્નો વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સાથો સાથ ભાજપના નેતાનો અનોખો વિરોધ કરીને ફોટો ખાડી નજીક મુકી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો
દર ચોમાસામાં સુરત શહેરમાં ખાડી પુર આવતા હોય જેને પગલે લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સુરત આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સફાઈનું અભિયાન શરૂ કર્યું છે છેલ્લા પાંચ દિવસથી ખાડી સફાઈ અભિયાન ચાલી રહ્યું જો કે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા મહાનગર પાલિકાને સાથ સહકાર આપવા માટે અનેક વખત રજુઆત કરાઈ છે છતાં કોઈ ધ્યાન ન આપતા આખરે આપ પાર્ટી મેદાને આવી ને અનોખો વિરોધ દર્શાવ્યો હતો જેમાં ખાડી સફાઈ અભિયાન દરમિયાન ખાડીમાં મેયર ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો વાળા બેનર મુકીને વિરોધ કર્યો હતો ખાડી પુર થી ચોમાસામાં સ્થાનિક લોકોની હાલાકી વધી જાય છે તેમજ ગંદકીનું સામ્રાજ્ય પણ વધે છે સાથો સાથ આ ખાડીમાં સફાઈ ન થતી હોવાથી રોગચાળો ફાટવાની પણ દહેશત ફેલાઈ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ નોધાવવામાં આવ્યો હતો