સુરત જિલ્લાના કામરેજ નજીક ચોરીના ગુના ના પકડાયેલ આરોપીએ પોલીસ સ્ટેશન લઇ જતી વેળા ગળા પર બ્લેડ મારી આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે મૃતકના પરિવારે તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રી દરમિયાન કામરેજ નજીક એક રીક્ષામાં ઈસમ ઉંધી રહયો હતો. તે દરમિયાન યુસુફ મોહંમદ મેમણ નામના યુવાનએ આવી રીક્ષા ચાલક પાસે થી મોબાઈલ તેમજ ગાજવામાંથી ચોરી કરવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન રીકશાચાલક જાગી ગયો હતો અને નજીકમાં ફરજ પર રહેલાં હોમગાર્ડના જવાનો પણ દોડી આવ્યાં હતાં. તેમણે યુસુફ મેમણને પકડીને પોલીસ સ્ટેશન લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.હોમગાર્ડના જવાનો તેને રીક્ષા માં બેસાડી પોલીસ ચોકી લાવવા નીકળ્યા હતા. તે વેળા યુવાને ખિસ્સામાંથી બ્લેડ કાઢી પોતાના ગળામાંજ મારી આત્મ હત્યા કરી લીધી હતી.
મૃતકની માતાએ પોલીસ ઉપર પણ આક્ષેપો કર્યા હતાં. તેની માતાના જણાવ્યા અનુસાર મૃતક યુસુફ ના થોડા દિવસો પહેલાજ ભેસ્તાન આવાસ રહેતા ઈમ્તિયાઝ બેલીમ , આસિફ સહિત ત્રણ ઈસમો સાથે ઝઘડો થયો હતો. જેમાં તેઓ એ યુસુફની હત્યા કરવા ધમકી આપી હતી. જોકે પોલીસનું માની એ તો મૃતક યુસુફ મેમણ અગાઉ પણ મારા મારી , હત્યાની કોશિશ સહિતના ગુના ઓ માં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. હવે સૌનો મદાર પીએમ રીપોર્ટ પર રહેલો છે. પીએમમાં ખબર પડશે કે યુસુફનું મોત બ્લેડ વાગવાથી થયું છે કે અન્ય હથિયારના કારણે...