સુરત : આણંદના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીને ઝડપી પાડતી પોલીસ

New Update
સુરત : આણંદના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીને ઝડપી પાડતી પોલીસ

સુરતમાં બે દિવસ પહેલા  સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણા વિસ્તારમાં કારની અંદર જ ઘાતકી હત્યા થઇ હતી. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડયાં છે.


સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ પાસે આણંદના સિધ્ધાર્થ રાવની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બનાવ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. હત્યામાં એસઓજી-ડીસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસેથી હત્યારા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખ સાંગાણી અને પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે બંને પાસેથી બે મોબાઇલ અને બાઇક પણ કબજે લીધી છે. હજુ પણ આરોપીઓ પાસેથી મોપેડ કબજે કરવાનું બાકી છે. પોલીસે આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યા પાછળનું કારણ હત્યારા નિકુંજે મૃતક સિદ્ધાર્થે વાપરવા આપેલી કાર તેની જાણ બહાર રૂ.50 હજારમાં ગીરવે મૂકી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો નિકુંજને ફોન પર માથાકૂટ કરી તેની પત્ની અને પુત્રીને અશબ્દો બોલ્યો હતો. દરમિયાન નિકુંજના મિત્ર પ્રકાશ ગઢવીને પણ અશબ્દો બોલ્યો હતો. આથી બન્ને જણાએ સિદ્ધાર્થ રાવની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

Latest Stories