સુરત : ગરીબ અને મધ્યમવર્ગને રાહત, વધુ ચાર રૂટ પર બીઆરટીએસની બસોનું સંચાલન શરૂ

New Update
સુરત : ગરીબ અને મધ્યમવર્ગને રાહત, વધુ ચાર રૂટ પર બીઆરટીએસની બસોનું સંચાલન શરૂ

સુરતમાં કોરોનાનો કહેર ઓછો થતાં હવે બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવી છે. કેસોમાં ઘટાડો થતાં વધુ ચાર રૂટ પર 82 બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. મનપાના નિર્ણયના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને રાહત સાંપડી છે.

સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા બુધવારના રોજથી ફરી 4 વધુ રૂટ પર 82 બીઆરટીએસ બસો દોડતી થઇ છે. કોરોના ગાઈડ લાઇન પ્રમાણે બીઆરટીએસ બસો શરૂ કરવામાં આવી છે. હવે સુરત શહેરના તમામ રૂટ પર બસો દોડવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગના મુસાફરોને રાહત થઇ છે. અત્યાર સુધી રીકશાના ભાડા ચુકવતાં શહેરીજનો હવે બીઆરટીએસમાં સસ્તી મુસાફરી કરી શકશે. બુધવારના રોજથી શરૂ કરવામાં આવેલાં રૂટોમાં જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી કડોદરા,સોમેશ્વર જંકશનથી અમેઝિયાપાર્ક,રેલવે સ્ટેશનથી કડોદરા અને કોસાડ આવાસથી ખરવરનગર રૂટનો સમાવેશ થવા જાય છે.