-
જલારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદનનો મામલો
-
સ્વામી સામે ફૂંકાયો છે વિરોધનો વંટોળ
-
સંપ્રદાયના સ્વામીની પાપલીલાઓ સામે પણ આક્રોશ
-
સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા કરાયો વિરોધ
-
સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા કરાઈ માંગ
સુરતના શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા વીરપુરના સંત જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું,જોકે બાદમાં તેઓને તેમની ભૂલ સમજાતા તેમને માફી પણ માંગી હતી,પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે,અને સ્વામી સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.
