New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-240.jpg)
સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની બહાર આરોપીના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીની ઘટના બની હતી.
સુરતના ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર આરોપીના પરિવારજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કોર્ટમાં લાવવામાં આવેલા આરોપીને તેના પરિવારજનો મળવા જતા પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. પરિવારજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે મામલો બિચકતાં ઝપાઝપી થઇ હતી. પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીના કારણે કોર્ટમાં આવેલા લોકોમાં પણ કુતુહલ ફેલાયું હતું.
આરોપીના પરિવારના સભ્યોએ પોલીસ વાહન રોકી હોવાળો મચાવ્યો હતો.પોલીસ ની બસ આડે સુઈ જઈ પોલીસની કામગીરીમાં રૂકાવટ પણ ઉભી કરી હતી. પરિસ્થિતિ વણસતી અટકાવવા ઉમરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.
Latest Stories