/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/20160255/maxresdefault-265.jpg)
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીમાં ઉપ રાજ્યપાલની સત્તા વધારવાના કેન્દ્ર સરકાર દ્વ્રારા રજૂ કરવામાં આવેલા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મનપામાં 27 બેઠકો જીતીને ગુજરાતના રાજકારણમાં સક્રિય બનેલી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ઠેક ઠેકાણે વિરોધ કાર્યક્રમો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. દિલ્લીમાં આપની સરકાર છે પણ સરકાર કરતાં વધારે સત્તા રાજ્યના ઉપ રાજ્યપાલને આપવાના કેન્દ્ર સરકારના બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુરતના વનિતા વિશ્રામ ખાતે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની અઘ્યક્ષતામાં આક્રોશ પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. જેમાં આપના સુરતના તમામ કોપોઁરેટર, પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો વીરોધમાં જોડાયા હતા દિલ્લીમાં સરકારને નબળી પાડવાનો આરોપ લગાવી આપના કાર્યકતાઓ વિરોધ નોંધાવ્યો હતો જનહિતના કાર્યોને રોકવા માટે કેન્દ્ર સરકાર ષડયંત્ર કરતી હોવાનો આરોપ લગાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.