New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-234.jpg)
સુરતના ડીંડોલી વિસ્તારના ચિંતાચોક ખાતે જ્વેલર્સની દુકાન સહિત પાનના ગલ્લામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો.
ડીંડોલી નવાગામ ચિંતાચોક ખાતે દિપક સોનીની એમ કે જ્વેલર્સની દુકાન આવેલી છે તેમની દુકાનની આજુબાજુ દેવા રાણા જ્વેલર્સ તથા પાનનો ગલ્લો છે. એમ.કે. જવેલર્સની દુકાનમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગને તાત્કાલિક ૪ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ આગને કાબૂમાં લે તે પહેલા પાનના ગલ્લામાં રાખેલ માલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો તેમજ જ્વેલર્સની દુકાનને નુકસાન થયું હતું. દિવાળીના તહેવાર પહેલાં જ આગના તાંડવના કારણે વેપારીઓને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
Latest Stories