/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/04132507/47e5d725-72b0-4679-a3b6-1ddb452a085a.jpg)
સુરત જિલ્લાના કોસંબા રેલ્વે સ્ટેશન પરથી એક નકલી ટિકિટ ચેકરને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો હતો.
માલતિ માહિતી અનુસાર, મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રેનમાં બોગસ ટીકીટ ચેકર મુસાફરોની ટિકિટ ચેક કરવા માટે ફરે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે રેલ્વે પોલીસે કોસંબા રેલ્વે સ્ટેશન ખાતે વોચ ગોઠવી હતી. ઉપરાંત મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનમાં ચેકિંગ હાથ ધરાતા એક બોગસ ટિકિટ ચેકર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
રેલ્વે ટ્રેનમાં બોગસ ટિકિટ ચેકર બનીને ફરતો શખ્સ ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રીઓ પાસેથી પોતે ટીકીટ ચેકરની ઓળખ આપી પૈસા પડાવતો હતો, ત્યારે હાલ કોસંબા રેલ્વે પોલીસના જવાન કરમસિંગ સકારામ, પ્રકાશ તેજભાઈ, મેહુલ વશરામ તથા કોસંબા આર.પી.એફ.ની ટીમે નકલી ટીકીટ ચેકરને દબોચી લીધો હતો. નકલી ટિકિટ ચેકર મૂળ ભોપાલનો વાતની હોવાનું રેલ્વે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. હાલ રેલ્વે પોલીસે તેને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.