/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/26153317/maxresdefault-346.jpg)
પ્રેમમાં પાગલ બની જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમિકાને તેના ઘરમાંથી 2.80 લાખ રૂપિયાની ચોરી કરવાની ફરજ પાડી હતી….
સુરત શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના મોજશોખ પુરા કરવા પ્રેમીએ તેની જ સગીર પ્રેમિકાના ઘરમાંથી ચોરી કરાવી છે. પ્રેમિકા પાસેથી રૂપિયા પડાવવા માટે પ્રેમીએ અંગત પળોનો વિડીયો ઉતારી પ્રેમિકાને બ્લેકમેઇલ કરી રહયો હતો.કુશ પટેલ નામના યુવાને તેની સગીર પ્રેમિકા સાથે અંગત પળો માણી હતી અને તેનો વિડીયો ઉતારી લીધો હતો.
વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેણે પ્રેમિકા પાસે નાણાની માંગણી કરી હતી. ઇજજત જવાની બીકે સગીરાએ તેના ઘરમાંથી પૈસા ચોરવાની શરૂઆત કરી હતી. ઘરમાંથી 2.80 લાખ રૂપિયા ગાયબ થતાં પરિવારના સભ્યો ચોંકી ઉઠયાં હતાં. પરિવારે સગીરાની પુછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે કુશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.