New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/20145012/20191120_131933.jpg)
સુરત જિલ્લાના કડોદરા નગર ખાતે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. અહીં રોજ કડોદરા નગર પાસે દિવસમાં વારંવાર ટ્રાફિક થઈ જાય છે. રોજ-બરોજ મોટી સંખ્યામાં વાહનોની કતારો લાગેલી રહે છે.
કડોદરા નગર મેઈન હાઈવે પર આવેલું છે. ત્યારે વધુમાં આ હાઇવે બે રાજ્યોને જોડતો ધોરીમાર્ગ છે. અહીં દરરોજના હજારો ટ્રક બંન્ને રાજ્યો થી તથા અન્ય શહેરોમાં માલ નાખવા જાય છે. કડોદર બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈ ચોકડી સુધી ટ્રાફિક જામનો નજારો વારંવાર જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરાય તેવી માંગ ઉઠવા પામી છે.
Latest Stories