• મોબાઈલ સ્નેચિંગના ગુના રોકવા પોલીસ સક્રિય

  • લસકાણા પીઆઇ એક્શન મોડમાં

  • પોલીસ સ્ટાફને આપી પ્રેક્ટિકલ ટ્રેનિંગ

  • પળવારમાં કેવી રીતે ચોરાય છે તમારો ફોન?

  • લસકાણા પોલીસે લાઈવ ડેમો દ્વારા ઘટનાને સમજાવી

સુરત શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. ત્યારે આ ગુનેગારોની મોડસ ઓપરેન્ડી સમજવા અને પોલીસ સ્ટાફને વધુ સતર્ક બનાવવા માટે લસકાણા પોલીસ સ્ટેશને એક અનોખો પ્રયાસ કર્યો છે.

સુરતનું લસકાણા પોલીસ સ્ટેશન અત્યારે ચર્ચામાં છે. લસકાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે જાહેરમાં મોબાઈલ સ્નેચિંગનો એક લાઈવ ડેમો યોજ્યો હતો.આ ડેમોમાં પોલીસ કર્મચારીઓએ જ સ્નેચર બનીને બતાવ્યું કે કેવી રીતે ગણતરીની સેકન્ડોમાં મોબાઈલ આંચકીને ફરાર થઈ શકાય છે.

પોલીસની આ ખાસ તાલીમનો મુખ્ય હેતુ સ્ટાફને એ સમજાવવાનો હતો કે સ્નેચરો કયા એન્ગલથી ત્રાટકે છે અને તેમને પકડવા માટે કઈ રીતે ક્વિક રિસ્પોન્સ આપવો જોઈએ.

લસકાણા પોલીસે માત્ર ટ્રેનિંગ જ નથી આપીપરંતુ શહેરના નાગરિકોને પણ ખાસ અપીલ કરી છે. જાહેરમાં મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવા અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સતર્કતા દાખવવા પોલીસે જણાવ્યું છે. આવી પ્રેક્ટિકલ ટ્રેનિંગથી ચોક્કસપણે પોલીસની કાર્યક્ષમતા વધશે અને આગામી દિવસોમાં સ્નેચિંગના બનાવોમાં ઘટાડો જોવા મળી શકે છે.