સુરત : બાબા સાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ નિમિત્તે માનવંદનાનો કાર્યક્રમ યોજાયો

New Update
સુરત : બાબા સાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ નિમિત્તે માનવંદનાનો કાર્યક્રમ યોજાયો

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 64 મી પુણ્યતિથિ નિમિત્તે આજે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવંદના કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય સવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 64મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરના રહીશો દ્વારા માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

કાર્યક્રમમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રજ્વલિત કરી તેમના જીવન પર પ્રબોધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ માસ્ક પહેરી સામાજિક અંતર જાળવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કાર્યોને યાદ કર્યા હતા અને બાબાસાહેબ દ્વારા આપવામાં આવેલ સૂત્ર "શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોના" માર્ગ પર ચાલવા શપથ લીધી હતી.

Latest Stories