સુરત: કાપડ નગરીમાં મેઘરાજાની એન્ટ્રી, શહેરીજનો થયા તરબોળ !

સુરત: કાપડ નગરીમાં મેઘરાજાની એન્ટ્રી, શહેરીજનો થયા તરબોળ !
New Update

સુરતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારથી રાહત મળી છે

સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ માહોલ સર્જાયો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવા મળી રહી છે બીજી તરફ વહેલી સવારે વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. નૈરૂત્યના ચોમાસાએ કેરલ બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દસ્તક દીધી છે ત્યારે હવે ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે

#Connect Gujarat #Surat #Gujarati News #Rain News #Gujarat Monsoon #Monsoon Entry
Here are a few more articles:
Read the Next Article