સુરત: ભરથાણ સિટીલાઈટ વિસ્તારમાં ચાની લારી પર ચપ્પુની અણીએ ચલવાઇ લૂંટ

New Update
સુરત: ભરથાણ સિટીલાઈટ વિસ્તારમાં ચાની લારી પર ચપ્પુની અણીએ ચલવાઇ લૂંટ

સુરત ભરથાણ સિટીલાઈટ વિસ્તારમાં આવેલી એક ચાની લારી પર ચા પીધા બાદ બે યુવકો અને એક બાઈક સવારે ચાની લારીના માલિકને લૂંટી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ચાની લારીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

ગત રોજ ભરથાણા સિટીલાઈટ વિસ્તારમાં ડીઆરબી કોલેજ નજીક રૂસ્તમ એપાર્ટમેન્ટની નીચે નરપત માનસિંગ દેવલ ચાની લારી ચલાવે છે. ગત રોજ બે યુવકો ચા પીવા માટે આવ્યા હતા. ચા પીધા બાદ બે યુવકો પૈકી એક યુવકે ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. અને ગળામાં રહેલી ચેઈન તોડી લીધી હતી. અને બાઈક સવાર ત્રીજા યુવક સાથે ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અને નરપતભાઈએ સીસીટીવી આધારે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories