સુરત : SD જૈન સ્કૂલ દ્વારા વધુ ફીની માંગણી કરાતી હોવાનો વાલીઓનો આક્ષેપ, મામલો પોલીસ મથકે પહોચ્યો

New Update
સુરત : SD જૈન સ્કૂલ દ્વારા વધુ ફીની માંગણી કરાતી હોવાનો વાલીઓનો આક્ષેપ, મામલો પોલીસ મથકે પહોચ્યો

સુરત શહેરમાં ફરી એકવાર સ્કૂલ ફી વિવાદ મામલો બહાર આવ્યો છે. જેમાં SD જૈન સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી વધુ ફીની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદ સાથે અરજી આપી હતી.

સુરત શહેરના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ અને એલ.પી.સવાણી સ્કૂલ દ્વારા વાલીઓ પાસે વધુ ફીની માંગણી કરાતા વાલીઓએ DEO કચેરીએ રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે હવે ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાતી હોવાનું અને દબાણ કરવામાં આવતું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત ફી ભર્યા બાદ પણ 6 જેટલા વિદ્યાર્થીઓને LC આપવામાં નહીં આવતા વાલીઓએ શાળા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદની અરજી આપી હતી. તો બીજી તરફ એલ.પી.સવાણી સ્કૂલમાં પણ ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું હોવાથી પુનઃ શરૂ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories