સુરત : પલસાણા બલેશ્વર ગામ પાસે બની લૂંટની ઘટના, પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ

New Update
સુરત : પલસાણા બલેશ્વર ગામ પાસે બની લૂંટની ઘટના, પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ

સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ લૂંટ અને અપહરણની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ઘટનામાં સંડોયાએલા 6 આરોપીને દબોચી લીધા હતા, અને લૂંટ કરેલ ટ્રક અને સળિયાનો મુદ્દામાલ પણ રિકવર કરી લીધો હતો.

publive-image

મળતી માહિતી અનુશાર ગત તારીખ 24 જુલાઇના રોજ પલસાણાના બેલશ્વર ગામ પાસે નેશનલ હાઇવે પર લૂંટની ઘટના બની હતી, ટ્રક ચાલકને બંધક બનાવી ટ્રક ડ્રાઈવર સાથે મારામારી કરી શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો. અને બાદમાં 4 ઈસમોએ લોંખડના સળિયા ભરેલ ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પોલીસ લૂંટારુઓને પકડવા ચક્રોગતિમાન કરી દિધા હતા. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લૂંટના ગુનામાં સંડોયાએલા શખ્સો કાર મારફતે કડોદરાથી પલસાણા તરફ આવે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા i20 કાર દેખાતા પોલીસે કારને અટકાવી કારમાં સવાર 4 ઇસમોની કડક પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. અને જણાવ્યું હતું કે અમે ચારેય મિત્રો એ સળિયા ભરેલ ટ્રક લૂંટી લેવાનો પ્લાન બનાવેલ હતો. વધુમાં કહ્યું આ ટ્રકનો અમે વ્યારાથી પીછો કરતા હતા તે દરમિયાન મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર બલેશ્વર નજીક ટ્રકને ઉભી રાખી ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ઉતારી અમારી કારમાં ઢોરમાર મારી દોરડાથી બાંધી દીધો હતો. અને તેને બારડોલી-પલસાણા હાઈવે પર ખેતરાડીમાં ફેંકી દીધો હતો. બાદમાં સળિયા, ટ્રક રઘુવીર માર્કેટ પાસે વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે અન્ય સળિયા ખરીદનાર અન્ય 2 ઇસમોને પણ પકડી પાડી લૂંટ કરેલ લોંખડના સળિયા અને ટ્રક અને ગુનામાં વપરાયેલ કાર મળી કુલ 39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા હતો.

Latest Stories