-
સુરત પોલીસનો મહિલા સુરક્ષા માટે મોટો નિર્ણય
-
જીમ ટ્રેનરો મહિલાઓને નહીં કરી શકે પર્સનલ મેસેજ
-
મહિલાઓની છેડતી અટકાવવા પોલીસ એક્શન મોડમાં
-
જીમ સંચાલકો સાથે યોજી મહત્વની બેઠક
-
જીમ ટ્રેનરોનું કેરેક્ટર વેરિફિકેશન હવે ફરજિયાત
સુરતમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ હવે ફુલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જીમમાં મહિલાઓની છેડતી અને પર્સનલ મેસેજની વધતી ફરિયાદોને ધ્યાને રાખીને સુરત PCB દ્વારા એક ઐતિહાસિક અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.સુરત પોલીસ દ્વારા શહેરના તમામ જીમ સંચાલકો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ કમિશનરની સૂચના મુજબ કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ જીમ ટ્રેનર હવે મહિલા સભ્યોને પર્સનલ મેસેજ કરી શકશે નહીં.
જો કોઈ મહિલા સભ્ય સામેથી મેસેજ કરે, તો પણ ટ્રેનરે પ્રોફેશનલ મર્યાદા જાળવી જવાબ આપવો નહીં.વધુમાં જીમમાં ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે.અને ટ્રેનરની તમામ વિગતો પોલીસને આપવી પડશે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રેનર પર્સનલ મેસેજ કરતા પકડાશે અથવા મહિલાની છેડતીની ફરિયાદ આવશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
