હીરા ઉદ્યોગમાં છવાયો દિવાળી જેવો માહોલ
રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સ છૂટનો પ્રસ્તાવ
લોકસભામાં રજૂ થયો પ્રસ્તાવ
SNZમાં રફ ડાયમંડ ટ્રેડને મળશે ટેક્સમાંથી મુક્તિ
હીરા ઉદ્યોગ ભરશે નવી ઉડાન!
સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.કેન્દ્ર સરકારે રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી મુક્તિ આપવા તરફ એક મોટું પગલું ભર્યું છે.
સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.કેન્દ્ર સરકારે રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી મુક્તિ આપવા તરફ એક મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં લોકસભામાં રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સ છૂટ આપતો મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ ખાસ કરીને SNZ એટલે કે સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં રફ હીરાના ટ્રેડિંગ પર ટેક્સ રાહત આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સરકારના આ મહત્વના નિર્ણયથી સુરતના આખા ડાયમંડ માર્કેટમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિદેશથી આવતા રફ હીરાના સીધા વેપાર પર ટેક્સ મુક્તિ મળવાથી સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારોને સીધો અને મોટો આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી સુરત વૈશ્વિક સ્તરે રફ ડાયમંડ ટ્રેડિંગનું એક મજબૂત સેન્ટર બનશે અને મંદીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગને એક નવી ઉડાન મળશે.
